સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ CRPFમાં બમ્પર પોસ્ટ પર ભરતી થશે. આ અભિયાન ટૂંક સમયમાં શરૂ થશે. અરજી કરવા લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ rect.crpf.gov.in પર જઈને અરજી કરી શકશે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા આજે એટલે કે 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. અરજીની છેલ્લી તારીખ પછી, ઉમેદવારો અરજી કરી શકશે નહીં. અરજી કરતા પહેલા આ પોસ્ટ અંગેની વિહ્ગતો જાણી લો.

સૂચના અનુસાર, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સમાં કુલ 169 જગ્યાઓ પર ભરતી કરશે. ઝુંબેશ અંતર્ગત ગ્રુપ સીમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

સૂચના અનુસાર, આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું આવશ્યક છે. આ સિવાય જે-તે સ્પોર્ટમાં યોગ્ય લાયકાત પણ જરૂરી છે. તેની વિગત તમે સત્તાવાર વેબસાઈટ પર વાંચી શકો છો. આ અભિયાન માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

કેટલો પગાર મળશે?

આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને 21 હજાર 700 રૂપિયાથી લઈને 69 હજાર 100 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

આટલી અરજી ફી ચૂકવવી પડશે

આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. બિન અનામત વર્ગ, અન્ય પછાત વર્ગ અને EWS કેટેગરીના પુરૂષ ઉમેદવારોએ અરજી કરવા માટે રૂ. 100ની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે મહિલા કેટેગરી, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મદદ લઈ શકે છે.