ગુજરાત સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે સરકારી ની તૈયારી કરતા યુવાનો માટે ખુશ ખબર આવી રહી છે જીપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે આ ભરતી વિશે વાત જાણવા માટે આ લેખ જુઓ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) 2024નું ભરતી કેલેન્ડર બુધવારે જાહેર . વર્ષ 2024 માટે જીપીએસસી વિવિધ 80 કેડરમાં 1575 જગ્યા પર ભરતી કરી શકે છે. જેમાં વર્ગ-1.2ની ભરતી માટે 150 જેટલી જગ્યા રહેશે. આ પહેલા વર્ષ 2023માં વર્ગ- 1.2ની 100 જગ્યા 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઈ હતી. પરંતુ આ વર્ષે વર્ગ-1,2ની જગ્યાઓમાં વધારો થવાનો અંદાજ છે. બુધવારે સરકાર તરફથી ભરતી માટે અંતિમ મંજૂરી બાદ આયોગ નવા વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કરી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંગળવાર સુધીમાં ઘણા વિભાગોની ખાલી જગ્યા સામે ભરતીની સંખ્યા અને સરકાર પાસેથી ભરતી માટેની મંજૂરી મળી ન હતી. જેથી બુધવારે અંતિમ તબક્કામાં તમામ વિભાગોમાં થનારી ભરતીના આંકડા સ્પષ્ટ થશે.


ગૌણ સેવા મંડળ જુનિયર ક્લાર્કની 2916 જગ્યાની ભરતી જાહેર કરશે


 ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી જુનિયર ક્લાર્ક સંવર્ગની ભરતીની જગ્યાઓમાં 898નો વધારો કર્યો છે. નવા નોટિફિકેશન મુજબ જુનિયર ક્લાર્ક સંવર્ગની હવે 2916 જગ્યા પર ભરતી કરાશે. જે ઉમેદવારઓએ અત્યાર સુધી ઓનલાઈન ફોર્મ ભર્યા છે તેઓએ નોટિફિકેશન બાદ ફરી ફોર્મ ભરવાના રહેશે નહીં. સાથે જ મંડળે 1 ફેબ્રુઆરીથી બીટગાર્ડની પરિક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની શરૂઆત થશે. જેની ભરતી પરીક્ષા 8 થી 27 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. જેમાં 4 લાખ કરતા વધુ ઉમેદવાર ભરતી પરીક્ષા આપે તેવી શક્યતા છે


એન્જિનિયરિંગ, લૉ, મેડિકલ ફિલ્ડની વિવિધ જગ્યાઓ પણ ભરાશે
એન્જિનિયરિંગ અને મેડિકલ ફિલ્ડની 500 જગ્યા ભરાશે


સુત્રોના જણાવ્યા મુજબ, નવા કેલેન્ડરમાં એન્જિનિયરિંગ ફિલ્ડની 250 અને મેડિકલ ફિલ્ડની 250 જગ્યા ભરાશે. 

સરકારી મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપક અને સહપ્રાધ્યાપકની 250 જેટલી જગ્યા પર પણ ભરતી કરાશે. મેડિકલ કોલેજોમાં સ્પેશ્યાલિસ્ટની આગળના વર્ષોમાં ન ભરાયેલી જગ્યાઓ પણ ભરાશે.


લૉફિલ્ડના ઉમેદવાર માટે 25 ડીવાયએસઓની ભરતી થશે.


લો ફિલ્ડમાં ડિગ્રી મેળવેલા અને વર્ગ- 1.2ની તૈયારી કરતા ઉમેદવારો માટે નવા ભરતી કેલેન્ડરમાં ફાયદો થશે. 

લો ફિલ્ડના ઉમેદવારો માટે નવા ભરતી કેલેન્ડરમાં 25 ,ડીવાયએસઓની જગ્યા જાહેર થશે. ઉપરાંત વિવિધ વિભાગોમાં ડીવાયએસઓની પણ જગ્યા જાહેર થશે.


સત્તાવાર વેબસાઈટ - જુઓ

GPSC જોવા માટે PDF- જુઓ