જૂનાગઢ મહાનગરપાલિકાની મંજુર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે કલીક કરોવેબસાઇટ પર તા.૦૯/૦૧/૨૦૨૪, ૧૪-૦૦ કલાક થી તા.૩૧/૦૧/૨૦૨૪, સુધી રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.



શરતો

(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.

 (૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ક્લીક કરો/ પરથી મેળવવાની રહેશે. 

(૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૩૧/૦૧/૨૦૨૪, ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. કી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.

 (૪) આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડૉક્યુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.

(૫) સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છુટછાટ આપવામાં આવશે. 

(૬) સરકારશ્રીના નીતિ નિયમોનુસાર SC, ST, SEBC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, EW.S. વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે-તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.

(૭) વધુ વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://unmaadhunicipal.org/ પરથી જાણકારી મેળવી લેવી.

(૮) આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે. ફોર્મ ભરવાના સંદર્ભમાં ઉમેદવારો માટેના હેલ્પલાઇન નં.8929013101


ઇ-મેલ- હેલ્પલાઈન: support registernow.in રહેશે.