• હેતુ: આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ.


• યોગ્યતા: બધા જ બચત ખાતેદાર કે જેમની ઉંમર ૧૮ થી ૭૦ વર્ષ હોય તેવા લોકો આ યોજનામાં જોડાઇ શકેશે. વાર્ષિક પ્રિમિયમ વ્યક્તિ દીઠ રૂ.૧૨ રહેશે. ખાતાધારકના સંબંધિત બેંક એકાઉન્ટમાંથી પ્રિમિયમની રકમ "ઓટો ડેબિટ" થશે.


ફાયદાઓ: આ યોજનામાં લાભ નીચે મુજબ છે.


લાભનો પ્રકાર

1.આકસ્મિક મૃત્યુ - ૨ લાખ સુધી

2.અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી, બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા રૂ. અકસ્માતમાં બંને પગ અથવા બંને હાથ ગુમાવવા અથવા એક આંખની દ્રષ્ટિ ગુમાવવી અને એક પગ અથવા એક હાથ ગુમાવવો. - ૨ લાખ સુધી

૩. એક આંખની નજર ગુમાવ્યેથી અથવા એક હાથ 1 કે પગ બિન ઉપયોગી થયે - ૧ લાખ સુધી


• કાર્યપધ્ધતિ:

અકસ્માત બાદ દાવો મૃત્યુના ૩૦ દિવસોની અંદર નિર્ધારિત દાવા ફોર્મમાં નીચે દર્શાવેલ પ્રમાણપાત્રો/પુરાવા સાથે વીમાધારકનું બેંક ખાતું જે બેંક શાખામાં હોય ત્યાં રજૂ કરવાનો રહેશે.


વીમા ધારકના મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને મૃત્યુનું પ્રમાણપત્ર 

• અમલીકરણ એજન્સી: જાહેરક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજનાનું અમલીકરણ કરવામાં આવશે.