ઈ - નિર્માણ કાર્ડ(વિના મુલ્યે)

પાત્રતા:

•૧૮ થી ૬૦ વર્ષની ઉંમર.

•બાંધકામ ક્ષેત્રમાં છેલ્લા ૧૨ માસમાં ૯૦ દિવસથી વધુ સમય માટે કામગીરી કર્યા અંગેનું સ્વ-પ્રમાણપત્ર.


ઈ - નિર્માણ કાર્ડ(વિના મુલ્યે)

• આપના મોબાઇલમાં eNirmaan એપ્લીકેશન અથવા https://enirmanbocw.gujarat.gov.in/ પર જઈ સ્વ-નોંધણી કરાવી શકાય.

• આ સાથે રાજ્યના તમામ કોમન સર્વિસ સેન્ટર (CSC), ઇ-ગ્રામ કેન્દ્ર, ઈ સ્રમ કેન્દ્ર અને ધન્વન્તરી આરોગ્ય રથ પર પણ નોંધણીની સુવિધા ઉપલબ્ધ.


જરૂરી દસ્તાવેજો:

૧. આધારકાર્ડ.

૨.ઉંમરનો પુરાવો.

૩.બાંધકામ ક્ષેત્રમાં ૯૦ દિવસથી વધુ સમય કામગીરી અંગેનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર.

૪.નિયત નમુનામાં આવક તેમજ વ્યવસાયનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર.

૫.બેંક ખાતાની વિગત અને રેશન કાર્ડ યોજનાકીય લાભ સરળતાથી મેળવવા માટે જરૂરી છે.


કોણ - કોણ બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવી શકે:

કડિયા, 

પ્લમ્બર, 

ઇલેક્ટ્રીસિયન,

 સુથાર,

 લુહાર,

 વાયરમેન, 

 કલરકામ કરનાર, 

 લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર, 

ફેબ્રીકેશન કરનાર, 

ઇંટો/નળિયા બનાવનાર, 

વેલ્ડર, 

સ્ટોન કટિંગ/ક્રશિંગ કરનાર, 

મ.ન.રે.ગા. વર્કર વગેરે..


સ્વ-નોંધણીની પ્રક્રિયા માટે અહિય ક્લિક કરો.....

બાંધકામ શ્રમયોગી નું રજીસ્ટ્રેશન

બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી (રોજગારી નું નિયમન અને સેવા ની શરતો)


૧૯૯૬ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ની રચના કરવામાં આવેલ છે.

અને કલ્યાણકારી યોજનાઓનો અમલ કરાવવામાં આવે છે.તેમને બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ આપવાની કામગીરી કરે છે


ઈ નિર્માણ કાર્ડ ના ફાયદા અને મળવાપાત્ર લાભ – E Nirman Card Benefits In Gujarati

ઈ નિર્માણ કાર્ડ ના ફાયદા અને તેમ મળતા લાભ નું લિસ્ટ નીચે મુજબ છે.  

1) પ્રસૂતિ સહાય યોજના હેઠળ પ્રસૂતિ પહેલા મહિલા બાંધકામ શ્રમિકને આ યોજના હેઠળ અંતર્ગત 17500 ની સહાય.

2) 2) પ્રસુતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ બાંધકામ શ્રમિક ની પત્નીને પ્રથમ બે પ્રસુતિ માટે ₹6,000 ની આર્થિક સહાય અને બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ માટે 20,000 ની આર્થિક સહાય તથા મુખ્યમંત્રી ભાગ્યલક્ષી બોન્ડ યોજનામાં એક દીકરીને રૂપિયા 25000 નો 18 વર્ષની મુદતનો બોન્ડ.

3) e Nirman Card હોય તો શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂપિયા 10/- માં પૌષ્ટિક ભોજન.

4) પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના નું પ્રીમિયમ લાભાર્થીના બેંક ખાતામાં પૈસા પાછા આપવાની સહાય. 

5) વ્યવસાયિક રોગોમાં સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓને થતા ૧૫ પ્રકારના વ્યવસાયિક રોગો તથા ૨૩ પ્રકારની ગંભીર ઈજાઓમાં મહત્તમ રૂ.૩.૦ લાખની મર્યાદામાં આર્થિક સહાય.

 6) અંત્યેષ્ઠી સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓને ચાલુ મેમ્બરશિપ દરમ્યાન મૃત્યુ પામે તો અંત્યેષ્ઠી સહાય તરીકે તેમના વારસદાર ને અંત્યેષ્ઠી ક્રિયા માટે રૂ.૧૦,૦૦૦/- ની સહાય


હોસ્ટેલ સહાય યોજના હેઠળ સ્થળાંતર કરતાં શ્રમિકો ના બાળકો માટે હોસ્ટેલ સહાય.


7) શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમિકનું અકસ્માતે મૃત્યુ થાય તો તે બાંધકામ શ્રમિકના વારસદારને આકસ્મિક મૃત્યુ / કાયમી અશકત્તાના કિસ્સામાં સહાયના રૂ.૩,૦૦,૦૦૦/ સહાય. 

8) નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ રૂ.૧,૬૦,૦૦૦/-ની સહાય લાભાર્થી વતી બોર્ડ દ્વારા આવાસ ફાળવણી

9) શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના હેઠળ બાંધકામ શ્રમિક ના બાળકો ને પ્રાઇમરી થી પીએચડી સુધી ની શિક્ષણ સહાય.  

10) વિશિષ્ટ કોચિગ યોજના હેઠળ બાંધકામ શ્રમિક ના બાળકો ને સરકારી નોકરી ની તૈયારી કરવા માટે કોચિંગ સહાય.

જો તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ હોય તો તમે ઉપર દર્શાવેલ યોજના નો લાભ લઈ શકો છો. 

ફોર્મ સાથે લેવાના જરૂરી દસ્તાવેજ

૧.ઉમર અંગેનો પુરાવો માટે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ

૨.રેશનકાર્ડ તેના પરિવારની વિગત માટે

૩.છેલ્લા વર્ષમાં ઓછામાં ઓછા ૯૦ દિવસ બાંધકામ ની પ્રવુતિ કરેલ છે તે અંગેનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર

૪.બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુક ની નકલ સ્વપ્રમાણીત વ્યવસાય અંગેનું પ્રમાણપત્ર

૫.સ્વપ્રમાણીત આવક અંગેનું પ્રમાણપત્ર

૬.બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુક ની નકલ

૭.પાસપોટ સાઈઝ ના ત્રણ ફોટોગ્રાફ્સ


નોધ : આ અંગેની નોધણી ફી તેમજ રિન્યુઅલ ફી લેવામાં આવતી નથી


બાંધકામ શ્રમયોગી તરીકે નોધણી કરવા માટે ક્યાં જવું

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ "શ્રમભવન", પહેલો માળ, રૂસ્‍તમ કામા માર્ગ, ગન હાઉસ ની બાજુમાં , ખાનપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧


જીલ્લા ક્ક્ષાએ નીચે મુજબની કચેરીનો સંપક કરવો

નાયબ શ્રમ આયુક્તશ્રી, અમદાવાદ, વડોદરા , સુરત, રાજકોટ

મદદનીશ શ્રમ આયુક્તશ્રી, તમામ જીલ્લા

સયુંકત નિયામક ,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ

ડેપ્યુટી ડાયરેક્ટ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, તમામ જીલ્લા