લાભ કોને મળે?

• ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઈપણ વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર


કેટલો લાભ મળે?

• વાહન અકસ્માત, સાંપ-વીંછી કરડવાથી, વીજ શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રૂ.50,000/- ની સહાય ચુકવવામાં આવે છે.

અરજીની પ્રક્રિયા

અકસ્માતે અવસાન/ઇજાની તારીખથી ૧૫૦ દિવસમાં દાવો નોડલ અધિકારી તરીકે સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને રજૂ કરવાનો રહે છે.


જરૂરી પુરાવાઓ

• પોસ્ટમોર્ટમ રીપોર્ટ

• એફ.આઈ.આર (FIR રીપોર્ટ) નકલ

• પંચનામું

• મરણનું પ્રમાણપત્ર

• પેઢીનામું

• ઈન્ડેન્ડીટી બોન્ડ નમુનો રૂ.100/- ના સ્ટેમ્પ પેપર ઉપર


લાભ ક્યાંથી મળેલ?

સબંધિત સ્કૂલમાંથી


વધુ વાંચો:-અનુસૂચિત જાતિની ધોરણ ૯માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ (સરસ્વતી સાધના યોજના)