કોને લાભ મળે?
• દિવ્યાંગની ઉમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જરૂરી છે.
• દિવ્યાંગતાની ટકાવારી 40% કે તેથી વધુ તથા લાભાર્થીનું નામ બી.પી.એલ. યાદીમાં 0 થી 20 ના સ્કોર ધરાવતા હોવા જોઈએ.
• આ યોજનામાં ફક્ત અસ્થી વિષયક દિવ્યાંગ સ્ત્રી અને પુરુષ બંનેને લાભ મળવાપાત્ર થશે.
• ઈલેક્ટ્રિક સ્કુટર ખરીદવાની સહાય યોજનામાં લાભાર્થી ધ્વારા તેઓએ મેળવેલ ઈલેક્ટ્રિક સ્કુટર જો કંડમ થઈ ગયેલ હોય તો પાંચ વર્ષ બાદ જો અન્ય રીતે યોજનાનો લાભ મળવાપાત્ર ઠરતા હશે તો યોજનાનો લાભ પુનઃ મેળવવા અરજી કરી શકશે.
• દિવ્યાંગ વ્યક્તિ સમાજ સુરક્ષા ખાતાનું દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઈએ.
કેટલો લાભ મળે?
• દિવ્યાંગોને સ્કુટર ખરીદવાની યોજના હેઠળ ઈલેક્ટ્રિક સ્કુટર ખરીદવા બાબતે અરજદારની અરજી મંજુર થયા બાદ ઈલેક્ટ્રિક સ્કુટર ખરીદે ત્યારબાદ બીલ રજૂ કર્યા બાદ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રની કચેરી ધ્વારા સહાયની રકમ D.B.T. મારફત અરજદારના ખાતામાં સીધી ચુકવણી કરવાની રહેશે.
• ભારત સરકાર જે તે ડીલરોને સબસીડી ચુકવતા, સબસીડી ડીલરના ખાતામાં જમા થશે. જે તે કંપની ધ્વારા સબસીડીની રકમ કપાત કરી, બીલની રકમ ચુકવવામાં આવશે. અરજદાર ઈલેક્ટ્રિક સ્કુટર ખરીદે ત્યારબાદ બીલ રજૂ કર્યા બાદ સહાય મંજુર કરી, સહાયની ચુકવણી કરવામાં આવશે.
• દિવ્યાંગોને ઈલેક્ટ્રિક સ્કુટર ખરીદવાની યોજના હેઠળ સ્કુટરની બેઝીક કિમત+ડિસેબલ કિટના 50% અથવા રૂ.25000/- નીમર્યાદામાં સહાય ચુકવવાની થશે.
જરૂરી પુરાવાઓ
• દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગ ઓળખકાર્ડ
• શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
• જે-તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી પ્રમાણપત્ર (સિવિલ સર્જનનો દાખલો)
• ગત વર્ષની વાર્ષિક પરિણામની પ્રમાણિત નકલ
• અરજદારની બેંક પાસબુકની પ્રમાણિત નકલ
• અરજદારના આધારકાર્ડની પ્રમાણિત નકલ
અરજી કરવાની પદ્ધતિ
• જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરીએ રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
0 Comments